News of Monday, 9th June 2025
ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ થઇ :આહવાની 12, સુબિરની 3 અને વઘઈની 2 પંચાયત સમરસ
બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ : જિલ્લામાં ગાઢવિહિર અને કડમાળના સરપંચ પણ બિનહરીફ

ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. બીજી તરફ બોરખલ પંચાયતને સફળ કરવામાં પણ ભાજપને સફળતા મળી છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા વધુને વધુ પંચાયતો સમરસ થાય તે માટે ધારાસભ્યો, મંત્રીઓ અને આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. કેટલાક નેતાઓએ લાખોની ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી હતી. ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જેમાં બોરખલ ગ્રામ પંચાયતને સમરસ કરવામાં ભાજપનો પ્રયાસ સફળ થયો છે
ડાંગમાં સમરસ થયેલી આ ગ્રામ પંચાયતોમાં આહવાની 12, સુબિરની 3, વઘઇની 2 પંચાયતનો સમાવેશ થાય છે. જિલ્લામાં ગાઢ વિહિર અને કડમાળ ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ થયાં છે. જિલ્લાની બોરખલ ગ્રામ પંચાયતમાં રસાકસી સર્જાઈ હતી. આ ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં ભાજપને સફળતા મળી હતી.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
