તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
વણઝરબાર પિકનિક પોઇન્ટ પર 16 વર્ષીય બાળક ના મોત બાદ આખરે તંત્ર જાગ્યું : પ્રતિબંધિત વિસ્તાર ખાલી કરાવ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા :નાંદોદ તાલુકાના વણઝરબાર ખાતે બિથલીથી કરજણ ડેમ પર નાહવા આવેલા 16 વર્ષીય રાજવીર કમલેશભાઈ વસાવાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું
કરજણ ડેમ નજીક આવેલા વણઝરબાર વિસ્તારમાં પ્રતિબંધિત હોવા છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પિકનિક માણવા આવે છે. તંત્ર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ બોર્ડની અવગણના કરીને લોકો અહીં પાણીની મજા માણતા હતા.
થોડા દિવસ પહેલા જ આ સ્થળની જોખમી હોવાના અમે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. પરંતુ તંત્રએ કોઈ નક્કર પગલાં લીધા ન હતા ત્યારે ગઈકાલે રાજવીરનું મૃત્યુ થયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં પ્રતિબંધિત વિસ્તાર ખાલી કરાવ્યો હતો.
નર્મદા જિલ્લાના આ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારમાં નાના-મોટા ઝરણાં, નદી અને પર્વતો આવેલા છે. રાજવીરનું મૃત્યુ લીલના કારણે પગ લપસી જવાથી ઊંડા પાણીમાં ડૂબી જવાથી થયું હતું. મોડે મોડે જાગી તંત્રએ આ પિકનિક પોઇન્ટને સંપૂર્ણપણે ખાલી કરાવ્યો છે. જો આ પગલું વહેલા લેવામાં આવ્યું હોત તો કદાચ એક પરિવારે પોતાનો યુવાન પુત્ર ગુમાવવો ન પડ્યો હોત આમ.અમારા અખબારના અહેવાલ બાદ પણ તંત્ર જાગ્યું નહીં અને એક બાળક નો ભોગ લેવાયા બાદ તંત્રની ઊંઘ ઉડી એમ કહી શકાય.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
