<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

નર્મદા જિલ્લામાં ફરસાણના વેપારીઓ બળેલા તેલમાં વસ્તુઓ તળી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે

ફાફડા, ભજીયા, ગાઠિયા, સમોસા સહિતની વસ્તુઓ બળેલા તેલમાં તળતા કેન્સર સહિતની બીમારી થતી હોય છે: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સહિત સ્થાનિક તંત્ર આ ગંભીર બાબતે વેપારીઓ પર કડક કાર્યવાહી કરે એ જરૂરી

( ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ખાધ્ય પદાર્થોમાં મિલાવટ સહિત બળેલા તેલમાં વસ્તુઓ બનાવતા લોકોના સ્વાસ્થ્ય સાથે વેપારીઓ ચેડા કરતા હોય આવા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ જરૂરી છે

   રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાંમાં અનેક લારીઓ અને દુકાનોમાં ફરસાણનું વેચાણ થાય છે પરંતુ નિયમોનુસાર વેચાણ કરતા વેપારીઓ નિયમોનું.પાલન કરતા નથી અને કેટલાક વેપારીઓ મિલાવટ યુક્ત ખોરાક વેચાણ કરે છે અને મોટાભાગના વેપારીઓ ફાફડા, ભજીયા, ગાઠિયા, સમોસા સહિતની વસ્તુઓ બળેલા તેલમાં તળતા ગ્રાહકો કેન્સર સહિતની બીમારીમાં સપડાય તેમ હોય ગ્રાહકો ચટાકેદાર નાસ્તો કરવા લારીઓ કે દુકાનો પર ભીડ જમાવે છે પરંતુ તેમની સામે જ ત્યાં બનતું ફરસાણ બળેલા કાળા તેલ માં તળવા માં આવતું હોવા છતાં એકપણ ગ્રાહક આ.મુદ્દે કોઈજ વાંધો.ઉઠાવતો નથી અને પોતે ચટાકેદાર નાસ્તાની મોજમાં ખરાબ ખોરાક પણ બિન્દાસ આરોગે છે.
જોકે ખાસ કરીને જે તે વેપારીઓ એ નિયમનું પાલન કરી ગ્રાહકોને આપવામાં આવતા મોંઘા નાસ્તાની શુદ્ધતા બાબતે તકેદારી રાખવી જોઈએ પરંતુ કમાવવાના ચક્કર માં લોકો નું જે થવાનું હોય એ થાય તેવી નીતિ અપનાવી પોતાની તગડી કમાણી કરવા બનતા નાસ્તામાં હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ નાંખી સાથે એક ના એક બળેલા તેલમાં નાસ્તા તળી વેચાણ કરતા હોય આવા વેપારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અને સ્થાનિક તંત્ર એ કડક કાર્યવાહી કરી મોટો દંડ વસુલ કરવો જોઈએ જેથી અન્ય કોઈ વેપારી આવું કરી ના શકે



 

(11:45 PM IST)