<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

સુરતના ખટોદરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ : 20 વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈને આપઘાત

અન્ય જાતિના હોવાથી સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ: 7 મહિના અગાઉ જ પ્રેમ લગ્ન થયા હતા. પતિ સહિત સાસરીયા પક્ષ ત્રાસ આપતા હોવાનો દાવો

સુરત: સુરતના ખટોદરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. 20 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. અન્ય જાતિના હોવાથી સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ છે. 7 મહિના અગાઉ જ પ્રેમ લગ્ન થયા હતા. પતિ સહિત સાસરીયા પક્ષ ત્રાસ આપતા હોવાનો દાવો છે. પોલીસે એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

(4:14 PM IST)