તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
26 થી 28 જુુન શાળા પ્રવેશોત્સવ યોજાશે : કન્યા કેળવણી બાબતે ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ
કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને જુદા જુદા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી આચાર સંહિતા હોવાથી શાળા પ્રવેશોત્સવ મોડો યોજાશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.10 : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 આઞામી તા.26 થી 28 જુન(ત્રણ દિવસ)યોજવાનો છે ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની બેઠક યોજાઇ હતી.
આજે સવારે સાબરમતી ઓડિટોરિયમ હોલ સ્વર્ણિમ સંકુલ એક ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષા અને કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મીટીંગ મળી હતી જેમાં ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ 2025 માં વ્યવસ્થા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓને જે તે જિલ્લામાં જવાની અને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી અને તેના માટે આગોતરા આયોજન માટે યોગ્ય વ્યવસ્થા અને પ્રચાર થાય એ માટે મંત્રીશ્રીઓને મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે શાળાઓમાં વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને ગઈકાલથી સ્કૂલો ચાલુ પણ થઈ ગઈ છે ત્યારે હાલ આચારસંહિતા હોવાથી પ્રવેશોત્સવ યોજાયો નથી જેવી આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ 26 થી 28 જુન ત્રણ દિવસ પ્રવેશોત્સવ યોજવામાં આવશે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
