તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th June 2025
ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પૂરક પરીક્ષા ર૩ જુન ર૦રપ થી ૩ જુલાઇ ર૦રપ દરમિયાન યોજાશે
સવારના ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી અમુક કામો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો જાહેરનામું પ્રસિધ્ધ

અમદાવાદ, તા. ૧૦ : સમગ્ર જિલ્લામાં ધો.૧૦ અને ધો. ૧રની પૂરક પરીક્ષા ર૩ જુના ર૦રપ થી ૩ જુલાઇ ર૦રપ દરમિયાન યોજાશે. પરીક્ષાર્થીઓ કોઇપણ ભય અને ત્રાસ વગર પરીક્ષા આપી શકે અને કાદો અને પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર ૨૩ જૂન ૨૦૨૫થી ૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ સવારના ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી અમુક કામ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠાં થવું નહીં તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવો નહીં. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા સ્થળોએ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઈટ કે ડુપ્લીકેટ પ્ર‘પત્રો કે તેના જવાબોની કોપીઈંગ મશીન દ્વારા ઝેરોક્ષ કોપી કરવી નહીં. પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફે પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કળત્ય કરવું નહીં. પુસ્તકો. કાપલી,ઝેરોક્ષ નકલો પરીક્ષાસ્થળમાં લઈ જવા નહીં કે તેનું વહન કરવું નહીં કે મદદ કરવી નહીં. પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ કે પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને, અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કળત્ય કરવું નહીં.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
