<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

આમ આદમી પાર્ટીના કાર્યકર રજનીકાંત વાઘાણી ગોપાલ ઈટાલીયા સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા

સુરતના આમ આદમી પાર્ટીના નેતાએ વિસાવદરમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું

જૂનાગઢ: આમ આદમી પાર્ટીના જ કાર્યકર ગોપાલ ઈટાલીયા સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સુરતના આમ આદમી પાર્ટીના નેતાએ વિસાવદરમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. AAPના કાર્યકર રજનીકાંત વાઘાણીએ વિસાવદર પેટાચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 

 વિસાવદર પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રજનીકાંત વાઘાણી સુરત શહેર આપ પાર્ટીમાં સંગઠન મંત્રી પણ છે. હવે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ રજનીકાંત વાઘાણી વિસાવદરમાં આપ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.  

ત્યારે રજીનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રહું છું, સુરતમાં રહું છું અને વિસાવદરમાં ચૂંટણી લડી રહ્યો છું.

(8:40 PM IST)