<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

અમદાવાદમાં ઓટો રિક્ષામાં પેસેન્જરના દાગીના અને રોકડ રકમ લુંટતી ગેંગના 4 સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

આરોપીઓ પાસેથી ઓટોરિક્ષા, સોનાની ચેન નંગ 1 અને ચાંદીના દાગીના મળી કુલ 3,10,700/-નો મુદ્દામાલ કબજે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓટો રીક્ષામાં પેસેન્જરના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની લૂંટ કરતી ગેંગને ઝડપી પાડી છે પોલીસે આ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે જોકે આ ગેંગના ચાર સભ્યોમાંથી બે સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ગેંગ ઓટોરિક્ષામાં એકલ-દોકલ પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચૂકવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની લૂંટ કરે છે

   પોલીસે શહેજાદ ઉર્ફે સાનું દિવાન, મોહમ્મદ નવાઝ ઉર્ફે સલમાન શેખ, અશરફ ઉર્ફે વલ્લભપઠાણ અને કાસીફ હુસેન ઉર્ફે બબલુ શેખની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ઓટોરિક્ષા, સોનાની ચેન નંગ 1 અને ચાંદીના દાગીના મળી કુલ 3,10,700/-નો મુદ્દામાલ કબજે કરી અમદાવાદના રામોલમાં થયેલ ચોરીનો ભેદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલી લેવાયો છે 

(9:29 PM IST)