<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા સુધી બોલાયો : જાણો 14 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 199.66 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

આજે ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 199.66 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. નડિયાદ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 1200 રૂ., ડીસામાં 1020 રૂ., અમદાવાદમાં 1 હજાર રૂ., ગોંડલમાં 1 હજાર રૂ., નવસારીમાં 900 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 199.66 ટન લીંબુની આવક થઇ છે.

(9:41 PM IST)