તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1521 રૂપિયા બોલાયો : જાણો 30 યાર્ડમાં શું રહ્યો ભાવ
ગુજરાતના 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,733.29 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,733.29 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1521 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1170 રૂ. અને નીચો ભાવ 940 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1455 રુ., ડીસામાં 1451 રુ., કાલાવડમાં 1425 રૂ., તળાજામાં 1380 રૂ., જામનગરમાં 1373 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,733.29 ટન મગફળીની આવક થઇ છે.


(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
