<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

દેડિયાપાડાના રાખસકુડી ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રાખસકુડી ગામ નજીક થયેલા બે બાઇક વચ્ચે ના અકસ્માતમાં એક યુવતીનું મોત થયું હતું
   પ્રાપ્ત વિગતો અનુસાર વિનોદભાઇ રામસીંગભાઇ વસાવા (રહે.ગાજરગોટા ભગત ફળિયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મો.સા.નંબર GJ-06-SA-1947 ના ચાલકે પોતાના કબ્જામાની મો.સા પુરપાટ હંકારી લાવી મરનાર નિરંજનાબેન રામસીંગભાઇ વસાવા (ઉ.વ.૧૯)( રહે.ગાજરગોટા ભગત ફળિયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓની ડીઓ એક્ટીવા ગાડી નંબર GJ-22-Q-4439 ની સાથે સામેથી એક્સીડન્ટ કરતા મરનારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન મોત થયું હોય ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:31 PM IST)