<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

તિલકવાડાની પૂછપુરા, જલોદરા અને વજેરિયા ગ્રામ પંચાયત સમરસ જાહેર

હજુ બે ગ્રામપંચાયતો સમરસ જાહેર થાય એવી શક્યતા : વજેરીયા ગ્રામ પંચાયત સમરસ કરી સરપંચ અને સભ્યો ને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં 238 ગ્રામપંચાયતો માંથી 112 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતા જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો છે. 112 ગ્રામપંચાયટોની ચૂંટણીમાં 60 સરપંચો માટે 765 ફોમ ભરાયા અને 532 જેટલા વોર્ડ સભ્યો માટે 980 ફોર્મ ભરાયા છે. 9 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એટલે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું કે કયા ગામોમાં ચૂંટણી યોજાશે અને કયા ગામમાં સમરસ ચૂંટણી  જાહેર કરવામાં આવી છે. ડેડીયાપાડા અને નાંદોદ બંને કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. હવે 11 જૂને ફોર્મ પરત ખેંચવાની તારીખે ખબર પડશે કે હજુ કેટલી સમરસ પંચાયતો થાય છે. બાકીની ગ્રામપંચાયતો માં 22 તારીખે મતદાન થશે અને 25 ના રોજ મત ગણતરી થશે ત્યારે હાર જીત નક્કી થશે.

   પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાની 112 ગ્રામપંચાયતો ની ચૂંટણીઓ માં તિલકવાડા તાલુકાની પૂછપુરા જલોદરા અને વજેરિયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી આ ગ્રામપંચાયતો માં એક જ પક્ષે ચૂંટણીઓનું ફોર્મ ભરતા સામે કોઈ હરીફ ઉમેવાર ના મળતા આ ત્રણ ગ્રામપંચાયત ને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં  આવી છે, આ તબક્કે સૌ નવનિયુક્ત સરપંચ અને સભ્યોને હાર્દિક અભિનંદન પાઠવ્યામાં આવ્યા હતા. ત્રણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ પરંતુ બે હજુ થાય તેવી શક્યતાઓ જેમાં તિલકવાડાની વઘેલી અને નાંદોદના ટીમરવા ગ્રામપંચાયત માં સરપંચ નું એક જ ફોર્મ છે સામે કોઈ હરીફ નથી પરંતુ એકજ વોર્ડમાં બે ફ્રોમ ભર્યા હોય એક વોર્ડની ચૂંટણી થાય પણ જો એક વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે તો વઘેલી એ ટીમરવા બંને ગ્રામપંચાયત પણ સમરસ જાહેર થાય એમ છે. વજેરીયા ગ્રામ પંચાયત સમરસ કરી સરપંચ અને સભ્યો ને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું


 

(11:34 PM IST)