<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

આખરે રાજપીપળા વડ ફળીયામાં વીજ કંપની દ્વારા વડના જોખમી વૃક્ષની છટણી કરતા સ્થાનિકો ભય મુક્ત

સ્થાનિક મહિલાએ તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈજ પગલા લેવાયા ન હતા, પરંતુ વીજ કંપનીના હાલના અધિકારીઓએ હકારાત્મક અભિગમ અપનાવતા કામગીરી કરાઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં આવેલા વડ ફળીયામાં કાગભગ 150 વર્ષ જુના વડનું વૃક્ષ કે જે જોખમી હાલતમાં ઊભુ હતું અને આ ભરચક વિસ્તારમાં ક્યારેક કોઈ હોનારત ન થાય એ માટે સ્થાનિક જાગૃત મહિલા હીનાબેન સોડાવાલા એ તંત્ર ને એક વર્ષ પહેલા અરજી કરી પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈજ કામગીરી થઈ ન હોય હાલ વીજ કંપનીના નવા અધિકારીઓ એ આ બાબતને ગંભીરતાથી લઈ હકારાત્મક અભિગમ અપનાવી મહિલાની રજૂઆતને ધ્યાને લઈ સર્વે કરી આજરોજ ઝાડ કટીંગ કરનાર ટીમ બોલાવી કામગીરી શરૂ કરી હતી અને આવનારા ચોમાસા માં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઝાડનો જોખમી ભાગ કટીંગ કર્યો હતો

આ કામગીરી વીજ કંપનીના મુખ્ય ઇજનેર બીબી પટેલની સૂચના અને ઇજનેર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી જેમાં વીજ કંપનીના લાઇનમેન અને ઝાડની છટણી કરનાર ટીમ એ કામગીરી કરતા સ્થાનિકોએ રાહત મેળવી હતી.


 

(11:36 PM IST)