તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th June 2025
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારી: કાલે સવારે જળયાત્રા : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાશે
રિવરફ્રન્ટમાં યોગ શિબિરમાં ભાગ લીધા બાદ જલયાત્રામાં જોડાશે હર્ષ સંઘવી : જળયાત્રા માટેનુ જળ સાબરમતી રિવરક્રુઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી પાણી ભરાશે

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને, અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે જળયાત્રા માટેનુ જળ સાબરમતી રિવરક્રુઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી પાણી ભરવામાં આવશે. આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બનશે.
જલયાત્રામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાશે, હર્ષ સંઘવી સવારે રિવર ફ્રન્ટ ખાતે યોગ શિબિરમાં ભાગ લીધા બાદ સીધા જળયાત્રામાં જોડાશે , જળયાત્રાના જળ માટે જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને મહેમાનો ક્રૂઝમાં સવાર થશે. ક્રુઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી જળ લીધા બાદ, સાબરમતીના કિનારે આવેલ ભુદરના આરે લાવવામાં આવશે સાબરમતી નદીનું જળ. ભુદરના આરે સાબરમતી નદીના પાણીનું પૂજન બાદ જળ મંદિરમાં લાવવામાં આવશે. પરંતુ જો સાબરમતી નદીમાં પાણીનું લેવલ જણાશે તો જ રિવર ક્રૂઝમાં જળયાત્રાનુ જળ ભરવાની વિધિ કરાશે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
