તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 12th June 2025
આતુરતાનો આવશે અંત : રવિવારથી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી: 30થી 40ની સ્પીડે ફુંકાવવાની શકયતા
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદી માહોલ રહેશે

ગુજરાતમાં ગત વર્ષે 11મી જૂનના રોજ ચોમાસાના પ્રારંભ થયો હતો. જેની સરખામણીએ આ વખતે ચોમાસું વહેલું આવવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી. પરંતુ આ વખતે મોટાભાગની આગાહી ખોટી પડી હોય તેવું જણાય છે. કારણ કે, હજુ આગામી બે દિવસ બાદ એટલે કે, રવિવારથી રાજ્યમાં હળવો વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદી માહોલ રહેશે. એ સિવાય કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી જેટલું વધુ નોંધાયું છે. ગાંધીનગર અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, રવિવારના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દિવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી મોહાલ રહેશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
