<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પરના ભયજનક મકાનોના જોડાણો કાપવાનો આદેશ

રથયાત્રા દરમિયાન મકાન દુર્ઘટના સર્જાશે તો તે અંગે AMC અધિકારીની જવાબદારી નક્કી કરાશે: હાઉસિંગ બોર્ડના ભયજનક મકાનોના પાણી, ડ્રેનેજના જોડાણો કાપવા સૂચના

અમદાવાદ મહાનગરપાલિકાના  કમિશનર બંછાનિધિ પાનીએ તારીખ 27 જૂનના રોજ શહેરના માર્ગો પર નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રથયાત્રા રૂટ પરના તમામ ભયજનક મકાનોના પાણી, ગટર અને ટોરેન્ટ પાવરની મદદથી વીજળીના જોડાણો કાપવા આદેશ કર્યો છે. રથયાત્રા દરમિયાન મકાન દુર્ઘટના સર્જાશે તો તે અંગે AMC અધિકારીની જવાબદારી નક્કી કરાશે.

હાઉસિંગ બોર્ડના ભયજનક મકાનોના પાણી, ડ્રેનેજના જોડાણો કાપવા સૂચના આપી છે. ચોમાસામાં વરસાદી પાણી ના ભરાવું જોઈએ, એવી સૂચના આપી હતી. શહેરમાં રોડ પર પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળો, ખાડા પડવાની શક્યતા ધરાવતા સ્પોટ, CCTVથી ડીશિલ્ટિંગની કામગીરી, કેચપીટોની સફાઈનો ડેટા માંગતા એન્જિનીયરિંગ વિભાગ દ્વારા ડેટા પૂરો પાડવામાં આવ્યો નહોતો. ચોમાસામાં ખાડા પૂરવા માટે હોટમિક્સ, વેટમિક્સનો સ્ટોક કરવા તેમણે સૂચના આપી હતી.

રીવ્યૂ મીટિંગમાં AMC કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કયા રોડ પર ખાડા પડે છે, શું પ્રોબ્લેમ છે તેનો ડેટા એન્જિનીયરિંગ વિભાગ પાસે હોવો જોઈએ. પરકોલેટિંગ વેલ અંગેની ફાઈલો સેન્ટ્રલી મુવ કરવા તેમણે સૂચના આપી હતી. શહેરમાં એક્વીફાયરને ધ્યાનમાં લઈને પરકોલેટિંગ વેલ બનાવવા તેમણે આદેશ કર્યો હતો. અત્યારસુધીમાં કેટલી કેચપીટોની સફાઈ થઈ અઠવાડિયામાં સરેરાશ કેટલી કેચપીટોની સફાઈ થાય છે તે અંગે પૂછતાં એડીશનલ ઈજનેરો કોઈ ડેટા આપી શક્યા નહોતા. શહેરમાં બીજા રાઉન્ડમાં કેચપીટોની સફાઈ ચાલી રહી છે અને હજુ કેચપીટોની સફાઈનો ત્રીજો રાઉન્ડ બાકી છે.

(4:00 PM IST)