તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 12th June 2025
ગોપાલ સ્નેક્સ લી.ના રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક ભંગ સબબ સુરત અને મુંબઈમાં એક સાથે દરોડા

સુરત/મુંબઈ, તા.૧૨: ગોપાલ સ્નેક્સ લિમિટેડના ટ્રેડમાર્ટ કોપીરાઈટ અધિકારોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલાંરૂપે સુરત ખાતે કુલ ચાર સ્થળોએ (એક સ્થળ ગોપેન્દ્રાનું અને ત્રણ સ્થળો શ્રી ગોપાલ/ગોપ્સના) તેમજ મુંબઈ ખાતે એક સ્થળે ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ ઉલ્લંઘન સામે સમન્વિત દરોડાઓ હાથ ધરવામાં આવ્યા. આ કાર્યવાહી મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના માનનીય ન્યાયમૂર્તિ દ્વારા આપવામાં આવેલા એક્સ-પાર્ટી આદેશના આધારે અમલમાં મુકાયાના અહેવાલો પ્રસિધ્ધ થયા છે.
હાઈકોર્ટે રજૂ કરાયેલા પુરાવાઓનો અભ્યાસ કરીને ઉલ્લંઘનનો પ્રાથમિક દૃષ્ટિએ કેસ દાખલ થયો હોવાનું માન્યું હતું. તે મુજબ, ગોપેન્દ્રા કંપનીએ ગોપાલ સ્નેક્સ લિમિટેડના પેકેજિંગ ડિઝાઇનને મળતું આવતું હોય તેવું ડિઝાઇન વાપરીને ગ્રાહકોમાં ગેરસમજ ફેલાવવાની કોશિશ કરી હતી. ઉપરાંત, શ્રી ગોપાલ/ગોપ્સએ ગોપાલ નામના રજીસ્ટર્ડ ટ્રેડમાર્કનો ઉપયોગ કર્યો હતો પણ ગેરકાયદે અને માર્કેટમાં ભ્રમ ફેલાવતું હતું.
હાઈકોર્ટે આ ગંભીર ઉલ્લંઘનને ધ્યાનમાં લઈને મુંબઈ માટે કોર્ટ કમિશનર અને ગુજરાત માટે એડિશનલ સ્પેશિયલ કોર્ટ રિસીવરની નિમણૂક કરી હતી અને પોલીસ રક્ષાસાથે દરોડા કરવા માટે અધિકળત કર્યા હતા. આ અધિકારીઓએ એક જ દિવસે પાંચ સ્થળોએ દરોડા પાડી મોટી માત્રામાં ઉલ્લંઘનકારી માલ અને પેકેજિંગ સામગ્રી જપ્ત કરી હતી, તેવું પ્રસિધ્ધ થયું હતું.
આ સમગ્ર કાનૂની કાર્યવાહી અને અમલ કામગીરી સી.એસ. (એડવોકેટ) દર્શિત આહ્યા, સંસ્થાપક, ડી એન આહ્યા એન્ડ કુાં., એક ખ્યાતનામ બુદ્ધિપૂર્ણ માલિકી અને કૉર્પોરેટ કાયદા પરામર્શદાતા કંપનીના માર્ગદર્શન હેઠળ યોજાઈ.
૧૯૯૭થી સ્થાપિત ગોપાલ સ્નેક્સ લિમિટેડ છેલ્લા બે દાયકાથી ગોપાલ ટ્રેડમાર્કનો નિયમિત અને કાયદેસર ઉપયોગ કરી રહી છે અને તેને આ માર્ક તથા તેના અનુરૂપ બ્રાન્ડ્સ પર તમામ કાયદેસર અને સામાન્ય અધિકાર પ્રાપ્ત છે. કંપનીએ પુનઃ દ્રઢ નિヘય વ્યક્ત કર્યો કે તે પોતાના બ્રાન્ડ અને ગ્રાહકવિશ્વાસની રક્ષા માટે કોઈપણ બેધંસ પાલન સામે કડક પગલાં લેતી રહેશે, તેમ જણાવાયું છે.
ડી એન આહ્યા એન્ડ કુાં.ની આઈ પી આર લિટિગેશન ટીમે કોર્ટ અધિકારીઓ, પોલીસ વિભાગો અને સ્થળ ટીમો સાથે સહકારપૂર્વક કાર્ય કરીને આ બહુનગરી દરોડા અભિયાનને સંપૂર્ણ કાયદેસર અને વ્યવસ્થિત સફળતા આપી, હોવાનું જણાવાયું છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
