તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિધ્ને પસાર થાય તે માટે પોલીસને જે કવાયત કરવી પડે છે તે જાણી આફ્રિન પોકાર્યા વગર નહિ રહેવાય
દોઢ માસ પહેલા તૈયારીઓ શરૂ થાય, સ્પેશ્યલ બ્રાન્ચ સ્કીમ બનાવેઃ બહારથી અનુભવી પોલીસ અધિકારીઓ આવેઃ કેન્દ્રીય અર્ધ લશ્કરી દળ પણ આવેઃ સીપી લેટેસ્ટ ઘટનાઓઃ ભૂતકાળની ભૂલો અંગે ચર્ચા કરી અનુભવી અધિકારીઓ સાથે મળી રણનીતિ ઘડે : બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક હોવાથી તેમણે કાશ્મીર ખીણની આતંકી ઘટનાઃ જાસુસ પકડાવવા ; વિગેરે ગંભીરતાથી લીધી છેઃ સિમ સ્ટોક ચેકીંગ, અનધિકળત ભાડૂત ચેકીંગ, હિસ્ટ્રી સિટર ચેકીંગ ગઇ કાલથી જેસીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમને સુપ્રત કર્યુ હોવાથી ક્રાઇમ બ્રાન્ચ ટીમો પરોઢ સુધી એક્ટિવ રહી હતી એકતાના રંગ એક, લોહીનો રંગ એક થીમ નીચે બન્ને કોમ વચ્ચે ક્રિકેટ મેચમાં સીપી જાતે ક્રિકેટ રમ્યાઃ આખું આયોજન અદભુત રીતે સેકટર વડા નીરજ બડ ગુજ્જર ટીમે પાર પાડયુ સેક્ટર બે વડા જયપાલસિંહ રાઠોડ ટીમે વાહન ચેકીંગ, શકમંદ સ્થળોનું ચેકીંગ પણ મોડી રાત સુધી યથાવત રાખી સુરક્ષા મુદે સ્ટાફને એક્ટિવ મોડમાં રાખ્યો

રાજકોટ, તા. ૧રઃ અમદાવાદની પોલીસ બંદોબસ્તની દૃષ્ટિએ આખા દેશમાં બીજા નંબરે રહે છે તેવી ૧૪૮ મી રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય તે માટે એક બાજુ અમદાવાદ પોલીસ જે રીતે આખી રણનીતિ ગોઠવી રહી છે તે તૈયારીઓ અદભુત હોય છે. બીજી તરફ મંદિર પ્રશાસન પણ ભવ્ય જળયાત્રા કાઢી અને પ્રથમ વખત બોટ બદલે પવિત્ર જળ ક્રૂઝ મારફત લાવી જલાભિષેક વિગેરે માટે કાર્યરત છે, ત્યારે આખું શહેર અત્યારે ભગવાન જગન્નાથજીની નગર ચર્યાની આતુરતાભરી મીટ માંડી રહ્યું છે.
ભગવાન જગન્નાથજી હવે મામાના ઘેર જાશે. ભગવાનના મામાના ઘેર ભાવિકો અને ભણ્યા માટે ભોજન પ્રસાદ મામેરા માટે તડામાર તૈયારીઓ પણ દર્શનીય બની છે.
બહું ઓછા લોકોને જાણ હશે કે ભૂતકાળમાં આ રથયાત્રા રક્ત રંજીતબની હતી, એ સમયે હવે ખરાબ સપનાં જેવો છે. હિન્દુ મુસ્લિમ ખૂબ એકતાપૂર્વક રહી, એક બીજાના તહેવાર ભાઈચારાથી ઉજવે છે. પોલીસ આવી એકતામાં તિરાડ ન પડે તે માટે રક્ત અને એકતાનો રંગ એ સૂત્ર સાથે રક્તદાન કેમ્પ યોજે છે. બન્ને કોમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાય છે. બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ખુદ ક્રિકેટ રમ્યા હતા.
કાશ્મીર ખીણની આતંકવાદી ઘટના, સ્ટેડિયમ ઉડાડી દેવાની ધમકી, કેટલાક જાસૂસો પકડાયાના પગલે પોલીસ કમિશનર અને જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શન મુજબ વિવિધ મોબાઇલ શો રૂમ પર કોઈ પૂરતા દસ્તાવેજ વગર સીમ કાર્ડ વેચાયા નથી ને? તે માટે ૫ ટીમો ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતળત્વ હેઠળ મેદાને પડી છે. બીજી પાંચ ટીમ જયા ભાડૂત રહે છે તે સ્થળના દસ્તાવેજ મોડી રાતે ચકાસી કોઈ અનધિકળત તત્વો ઘૂસ્યા નથી ને!? તેની પરોઢ સુધી તપાસ ચાલી હતી. સેક્ટર ૧ વિસ્તારમાં પણ સિનિયર આઇપીએસ નીરજ બડગુજ્જરના માર્ગદર્શનમાં તથા સેક્ટર ૨ માં એડી સીપી જયપાલસિંહ રાઠોડના નેતળત્વ નીચે સઘન ચેકીંગ ચાલ્યું હતું.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
