તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th June 2025
નરેન્દ્રભાઇ મોદીએ સેવા અને સુશાસનના ૧૧ વર્ષમાં ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યુ : નરહરિ અમીન
લુણાવાડામાં વિકાસયાત્રાના પ્રદર્શનનો પ્રારંભ કરાવતા રાજયસભાના સભ્ય મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલ વિકાસ પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીન અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

રાજકોટ, તા., ૧ર : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા ગઇકાલે મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનની અધ્યક્ષતામાં અને ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં ૧૧ વર્ષ ની સુવર્ણ અને સફળ વિકાસયાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શનીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રી અમીને ૧૧ વર્ષમાં વડાપ્રધાને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યાનું જણાવ્યું હતું.
મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ તેમજ મહીસાગર જિલ્લા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ અને પ્રેસ મીડિયાના રિપોર્ટર, ફોટોગ્રાફર અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી નરહરિ અમીને પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે ૧૧ વર્ષના વડાપ્રધાન તરીકેના શાસનમાં નરેન્દ્રભાઇએ શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, ખેતી સહિત તમામ ક્ષેત્રે યશસ્વી કામગીરી કરી છે. જુની મેડીકલ કોલેજોમાં બેઠકો વધારી અને નવી મેડીકલ કોલેજો તથા નવા એરપોર્ટ શરૂ કરાવ્યા. ખેડુતોને પોષણક્ષમ ભાવો અપાવ્યા. કિસાન સન્માન નીધી અંતર્ગત ખેડુતોને આર્થિક સહાય આપી ૮૦ કરોડ ગરીબોને કેન્દ્ર સરકાર મફત અનાજ આપે છે. નલ સે જલ યોજના દ્વારા ૧પ કરોડ લોકોને શુધ્ધ પીવાનું પાણી મળતુ થયુંછે. ૩૭૦ની કલમ હટાવી કાશ્મીરને ખરા અર્થમાં આઝાદ કર્યુ. ઓપરેશન સિંદુર દ્વારા વિરોધી દેશને પરચો આપ્યો. ત્રાસવાદી પ્રવૃતિ સાંખી લેવાશે નહિ. તેવો મેસેજ વિશ્વભરમાં ગયો છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
