<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

નર્મદા જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે માય થેલી ઇવેન્ટ નું આયોજન

(ભરત શાહ દ્વારા ) મોરબી :  સ્વચ્છ ભારત મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ના સંયુક્ત ઉપક્રમે રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશકુમાર અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ રાજપીપળા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે માય થેલી ઇવેન્ટ નું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ પાંચમી જૂન 2025 થી 31મી ઓક્ટોબર 2025 સુધી ચલાવવામાં આવશે જેમાં રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ નગરજનોને જણાવવામાં આવશે કે તેઓ નગરપાલિકામાં જે સખી મંડળની બહેનો દ્વારા થયેલી સીડી આપવામાં આવે છે તેનો લાભ લે અને જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે . સરકાર ની આ પહેલ ને બહોળો પ્રતિસાદ મળે તે માટે સૌ એ લાભ લેવો, આ ઇવેન્ટ માં કાપડ લાભાર્થી એ લાવવાનું રહેશે. અહીંયા ફક્ત વિનામૂલ્યે સિલાઇ કામ કરી આપવામાં આવશે.

વધુ જાણકારી માટે સંપર્ક કરો : નગરપાલિકા એન્યૂએલએમ મેનેજર નિશાબેન ( મો. નં : 8980063093 ) નો સંપર્ક કરી શકાય છે 

(10:43 PM IST)