<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારી પુરજોશમાં

૨૨મીએ દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરપંચ તથા વોર્ડની ચુંટણીઓ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગ તથા દેડીયાપાડા પ્રાંત અધિકારી દ્વારા મળેલ વિગતો મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા/સાગબારા તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચુંટણીઓ યોજાવાની છે.

દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭ ગ્રામપંચાયતમાં સરપંચની ચુંટણી યોજાનાર છે જ્યારે ગઢ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે. અને કુલ-૨૩૬ વોર્ડ પૈકી કુલ-૨૧૦ વોર્ડમાં સભ્યોની ચુંટણી યોજાશે. ૨૨ વોર્ડ બિનહરીફ જાહેર થયા છે અને ૪ વોર્ડ ખાલી રહેલ છે. પેટા ચુંટણી અંતર્ગત ૧૨ ગામોમાં કુલ-૧૪ વોર્ડ પૈકી ૧ વોર્ડમાં સભ્યો માટે ચુંટણી યોજાશે, જ્યારે ૨ વોર્ડ બિનહરીફ અને ૧૧ વોર્ડ ખાલી રહેલ છે.
  સાગબારા તાલુકામાં ૧ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણી યોજાશે. જ્યારે કુલ-૧૦ વોર્ડમાં ચુંટણી યોજાશે. સાગબારા તાલુકાની પેટા ચુંટણીમાં-૧૦ વોર્ડ પૈકી  ૧ વોર્ડની ચૂંટણી યોજાશે જ્યારે ૩ વોર્ડ બિનહરીફ અને ૬ વોર્ડ ખાલી રહેલ છે


 

(10:44 PM IST)