<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

ધારીખેડા ગામે જુગાર રમતા નબીરાઓને આમલેથા પોલીસે રૂ.1.17 લાખના મુદામાલ સાથે દબોચી લીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામ પાસે જુગાર પર પોલીસે છાપો મારી જુગાર રમતા જુગારીઓ ને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા

     પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસે બાતમીના આધારે ધારીખેડા ગામના હાઈવે રોડની નજીક આવેલ ઘરના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમી રમાડતા (૧) વિજયભાઈ ભાઈલાલભાઈ વસાવા(હાલ રહે, હજરપરા મુળ રહે.ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા) તથા (૨) ધવલભાઈ વિરસિંગભાઈ વસાવા (રહે. ધારીખેડા વચલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )તથા (૩) શૈલેષભાઈ ભગવતભાઈ વસાવા( હાલ રહે, પ્રતાપનગર મુળ રહે.કાકડવા તા.નાંદોદ જી.નર્મદા) તથા (૪) ખેલસિંગભાઈ ઉર્ફે ખેલુ ઠાવરીયાભાઈ ભુરીયા (હાલ રહે, ધારીખેડા સુગર મુળ તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે, માસલીયા તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ) તથા (૫) નાનજીભાઈ ફતેસિંગભાઈ વસાવા(રહે.ગામકુવા તા. નાંદોદ જી.નર્મદા) ને પકડી તેમની અંગજડતીના રોકડા રૂપિયા.૧૫,૫૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા. ૬૧૭૦/- મળી કુલ રોકડ રૂ.૨૧,૬૭૦/- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા મો.સા નંગ.૦૨ તથા એક્ટીવા નંગ ૦૧  કિ.રૂ. ૮૦,૦૦૦/- મળી કુલ રૂપિયા.૧,૧૭,૬૭૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય જુગારીઓ માં (૧) ધનશ્યામભાઈ કિરણભાઈ વસાવા( રહે,ધારીખેડા તા.નાંદોદ જી,નર્મદા) તથા (૨) હરનેશભાઈ છત્રસિંગભાઈ વસાવા( રહે, ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા) તથા (૩) દિલીપભાઈ મનસુખભાઈ વસાવા (રહે,ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા )નાઓ ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

(10:47 PM IST)