News of Thursday, 12th June 2025
તિલકવાડા બાદ દેડીયાપાડા નવાગામ ગૃપ ગ્રામપંચાયત સમરસ બની : કુલ 4 ગ્રામપંચાયત સમરસ બની

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં 112 ગ્રામપંચાયતોની ચૂંટણી ચાલી રહી છે. ઉમેદવારો એ ફોર્મ ભરી દીધા અને પરત પણ ખેંચાયા ત્યારે ડેડીયાપાડા વિસ્તારમાં ભાજપ વિચારધારા સાથે સંકળાયેલા ઉમેદવાર પ્રકાશભાઈ ગઢ ગૃપ ગ્રામપંચાયતમાં બિનહરીફ થયા છે. ડેડિયાપાડા તાલુકાના નવાગામ જીલ્લા પંચાયતમા આવેલી ગઢ ગ્રામ પંચાયતમા ભાજપની વિચારધારાના સરપંચના ઉમેદવાર પ્રકાશભાઈ રૂપસીગભાઈ વસાવા બિનહરિફ થયા છે. જ્યારે તિલકવાડા તાલુકાની પૂછપુરા, જલોદરા અને વજેરિયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવતા હવે આગામી 22 તારીખે ચૂંટણી યોજાશે 4 ગ્રામપંચાયતોને છોડતા 108 જેટલી ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાશે.
ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે.હાલ ગ્રામપંચાયતોની મુદત પૂરી થઈ હોય પેટા ચૂંટણી હોય તેની ચૂંટણી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માં રાજકીય પાર્ટી કે સિમ્બોલ જેવું નથી હોતું પણ આ ચાર ગ્રામપંચાયતો બિનફરીફ બની છે સમરસ બની છે જે ચારેય સરપંચો અને સભ્યો ભાજપની વિચારધારા સાથે જોડાયેલ છે. આ એક શરૂઆત છે. આગામી અન્ય ચૂંટણીઓ માટે પણ અમે સજ્જ છે. દેડીયાપાડા ના નવાગામ જીલ્લા પંચાયત સીટમાં આવતા ગઢ ગ્રામપંચાયત બિન હરીફ થઈ તિલકવાડા અને દેડીયાપાડાના મારા કાર્યકરો અને મારા સરપંચોને અભિનદન આપું છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
