News of Thursday, 12th June 2025
સિસોદ્રા ગામમાં તાર પર કપડાં સૂકવતી મહિલાને કરંટ લાગતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં અવેલા સિસોદ્રા ગામમાં કપડા સૂકવતી મહિલાને કરંટ લાગતા મોત નીપજ્યું છે.
મળતી વિગતો અનુસાર મેહુલભાઇ શાંતિલાલભાઇ વસાવા (રહે.સિસોદ્રા ઉપલું ફળીયુ )નાઓએ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના પત્ની મનિષાબેન મેહુલભાઇ શાંતિલાલભાઇ વસાવા (ઉ.વ.રર)( રહે.સિસોદ્રા ઉપલું ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )તા.૧૧/૦૬/૨૦૨૫ નાં રોજ પોતાનાં ઘરની પાછળ આવેલ વાડામાં બાંધેલ તાર ઉપર ભીના કપડા સુકવતા હતા તે વખતે અચાનક ઇલેક્ટ્રીક કરંટ લાગતા તેઓને રાજપીપળા સિવીલ ખાતે સારવાર માટે લઇ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મરનારના પતિ મેહુલભાઈના જણાવ્યા મુજબ તેમના પત્ની કરંટ લાગતા મોતને ભેટ્યા છે અને તેમને એક વર્ષની નાનકડી બાળકી છે માટે બાળકી એ માતાની છત્રછાયા ગુમાવી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
