<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

રાજય કક્ષાની સ્‍વિમીંગ-ડાઇવીંગ ચેમ્‍પીયનશીપ અમદાવાદમાં યોજાશે

૧૧ જૂલાઇથી સ્‍પર્ધા શરૂ થશેઃ ઇચ્‍છુક તરવૈયાઓ તા. ર૩ જુન સુધીમાં નામ નોંધાવી શકશે

રાજકોટ તા. ૧ર :.. સ્‍વિમીંગ તથા ડાઇવીંગની ગુજરાત સ્‍ટેટ એઇઝ ગ્રુપ ચેમ્‍પીયનશીપ-ર૦રપ તા. ૧૧ જૂલાઇ થી સેવી સ્‍વરાજ સ્‍પોર્ટસ કલબ - ગોતા અમદાવાદ ખાતે શરૂ થનાર છે. આ સ્‍પર્ધામાં સ્‍વિમીંગમાં કોઇપણ ખેલાડી વધુમાં વધુ પાંચ ઇવેન્‍ટમાં ભાગ લઇ શકશે.

જુનીયર ગ્રુપમાં, ગ્રુપ-૧  ૧પ થી ૧૭ વર્ષ વય મર્યાદા, ગ્રુપ-ર ૧૩ અને ૧૪ વર્ષ વય મર્યાદા તથા સબ જુનીયર ગ્રુપ ગ્રુપ-૩ ૧૧ અને ૧ર વર્ષ વય મર્યાદા તથા ડાઇવીંગ ગ્રુપ-૧, ૧૬, ૧૭, ૧૮ વર્ષ વય મર્યાદા, ગ્રુપ-ર ૧૪ અને ૧પ વર્ષ વય મર્યાદા, ગ્રુપ-૩, ૧ર અને ૧૩ વર્ષ વય મર્યાદા, વોટરપોલો બોયઝ અને ગર્લ્‍સ કે જેઓ ૧-૧-ર૦૦૮ અને ત્‍યારબાદ જન્‍મેલા હોય તેઓ એલીજીબલ ગણાશે. વોટરપોલો ટીમમાં ૧૪ ખેલાડીઓ (જેમાં બે ગોલ કીપર સહિત) ભાગ લઇ શકશે.

આ અંગેની વધુ માહિતી માટે તા. ર૬ જુન સુધીમાં સાંજના ૬ વાગ્‍યા સુધીમાં ડો. ડાયાભાઇ ઉકાની સ્‍વિમીંગ પુલ એન્‍ડ હેલ્‍થ સેન્‍ટર, બાલાજી હોલ પાસે, મેનેજર જી. બી. ઝાલાનો સંપર્ક કરવા રાજકોટ ડીસ્‍ટ્રીક સ્‍વિમીંગ એસોસીએશનના સેક્રેટરી બંકિમભાઇ જોષીએ જણાવ્‍યું હતું. 

(2:46 PM IST)