<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અકિલ પઠાણ દર વર્ષે ઇદ કરવા સુરત પિતાને ત્‍યાં આવતા'તાઃ ત્રણેયના મોત

સુરત તા.૧૩:  સુરતના રામપુરા વિસ્‍તારમાં આવેલી મનારેસિડેન્‍સી ખાતે રહેતા અને લંડનમાં વસવાટ માટે ગયેલા ૩૪ વર્ષીય અકિલ પઠાણ તેમના પત્‍ની હાનાબેન (૩૨) અને પુત્રી સારા (૬) સુરત ખાતે રહેતા તેમના પિતા અબ્‍દુલા નાનાબાવા સાથે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી માટે ગયા શુક્રવારે સુરત આવ્‍યા હતા. જેઓ તહેવારની ઉજવણી કર્યા બાદ ફરી લંડન જઈ રહ્યાં હતાં. ત્‍યારે આ દુર્ઘટનાગ્રસ્‍ત વિમાનમાં આખો પરિવાર સવાર હતો. અકીલનો જન્‍મ લંડનમાં થયો હતો અને તેઓ ત્‍યાં જ વ્‍યવસાય કરતા હતા. ભારતીય મૂળ હોવા છતાં તેઓ દર વર્ષે ઈદ જેવી ખાસ તહેવાર માટે ભારત આવતાં હતા

(4:27 PM IST)