<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

સાગબારા પો.સ્ટે.ના મોબાઇલ ચોરીના ગુનામાં ચોરી થયેલ મોબાઈલ સાથે ચોરને પકડી પાડતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના આધારે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના અમિયાર ત્રણ રસ્તા ખાતે સતત સર્તકતા અને અસરકારક વાહન ચેકીંગ રાખી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તથા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપતા લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન રાજપીપલાનાઓના માર્ગદર્શન આધારે સાગબારા પોલીસ સ્ટેશનમાં.મોબાઈલ ચોરીના ગુનાના આરોપી વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ હીલચાલમાં મળી આવેલ હોય આ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ કરતા ચોરાયેલ આઈ ફોન કિ.રૂ.આ.૪૫,૦૦૦/- નો મુદ્દામાલ આ ઇસમે ગઇ તા.૧૮/૦૫/૨૦૨૫ના રોજ દેવમોગરા ખાતેથી મોબાઈલ માલિક ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી ચોરી કરી પોતાની પાસે રાખી લીધેલ હોવાની કબુલાત કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ આઈ ફોન નો મુદ્દામાલ ચોર દિનેશ બાર્યા વસાવે (ઉ.વ.૨૬ )(રહે.ટોકના પીમ્પરી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર )નાઓ પાસેથી રીકવર કરી સાગબારા પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



 

(10:07 PM IST)