<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

લોકરક્ષક દળની સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાજપીપળા એસટી ડેપો દ્વારા ત્રણ એક્સ્ટ્રા બસો મુકાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગુજરાત રાજ્યમાં અનેક ભરતીયો માટે અલગ અલગ પરીક્ષાઓ યોજાઈ છે જેમાં લાખો બેકાર યુવાનો તૈયારીઓ કરી પરીક્ષા આપી પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવવા પ્રયાસ કરતા આવ્યા છે અને હાલમાં લોકરક્ષક દળ ની પરીક્ષા થવા જઈ રહી હોય જેના માટે રાજપીપળા એસટી ડેપો દ્વારા ચાર એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે

   રાજપીપળા એસટી ડેપોના ડેપો મેનેજર કે.એચ.નાય દ્વારા મળતી વિગતો મુજબ આગામી તારીખ 15.6.25 ના રોજ લોકરક્ષક દળની સ્પર્ધાત્મક પરીક્ષા થવાની છે જેમાં નર્મદા જિલ્લાના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુરત જિલ્લા ખાતે હોય આ પરીક્ષા માટે જનાર ઉમેદવારોને કોઈ અગવડ ના પડે અને સમયસર તેઓ પહોંચી શકે તે માટે રાજપીપળા ડેપો દ્વારા રાજપીપળાથી સુરત જવા આગલા દિવસ તા.14/6/25 ના રોજ બપોર બાદ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે. જેમાં દિવસ દરમ્યાનની દૈનિક નિયત શિડ્યુલ ઉપરાંત ત્રણ વધારાની બસો બપોરે 2.30 કલાકે રાજપીપળા થી સુરત , 3.30 કલાકે રાજપીપળા થી સુરત તેમજ 5.30 કલાકે રાજપીપળા થી સુરત અને બપોરે 3.30 કલાકે સેલંબા થી સુરત વાયા દેડિયાપાડા, અંકલેશ્વર ના રૂટો પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
તથા આ ઉપરાંત પણ જો ઉમેદવારોની ડિમાન્ડ અને ઇન્ક્વાયરી હશે અને પૂરતા ઉમેદવારો હશે તો અન્ય એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવા તત્પર રહીશું અને તે માટે પૂરતી બસો સ્ટેન્ડ બાય પણ રાખવા આયોજન કરેલ છે.
આ એક્સ્ટ્રા બસોમાં નજીકના નજીકના બસ સ્ટેન્ડ ખાતેથી અથવા ઓનલાઈન મોબાઈલ એપ (GSRTC) અથવા ઓનલાઈન વેબસાઇડ (www.gsrtc.in) પર જઈને એડવાન્સ રિઝર્વેશન બુકિંગ કરાવી શકાશે તેમ રાજપીપળા ડેપો મેનેજર દ્વારા જણાવાયું છે

(10:09 PM IST)