News of Friday, 13th June 2025
નર્મદા જિલ્લામાં તા.૧૫ મીથી ૨૧ જૂન દરમિયાન અપાશે વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલની તાલીમ
જિલ્લામાં સાત દિવસ દરમિયાન સવારે ૬.૦૦ થી ૭.૦૦ કલાકે પાંચે તાલુકાઓમાં યોગ ટ્રેનરો દ્વારા તાલીમ અપાશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના દિવસે આંતરરાસ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચ/યોગ ટ્રેનર દ્વારા નર્મદા જિલ્લામાં તા, ૧૫ મી જૂનથી ૨૧ જૂન દરમિયાન નીચે મુજબના સ્થળોએ વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવશે.
તા. ૧૫ મીથી ૨૧ જૂન દરમિયાન સવારે ૬.૦૦ થી ૭.૦૦ કલાકે નાંદોદ તાલુકામાં મિરિકલ હવેલી, જુના પોલીસ સ્ટેશન ખાતે યોગ ટ્રેનર શિલ્પાબેન શાહ, ગરૂડેશ્વર તાલુકામાં એકતાનગરના આરોગ્ય વન ખાતે યોગ ટ્રેનર રાજેશભાઈ તડવી, તિલકવાડા તાલુકામાં શ્રી કે.એમ શાહ હાઈસ્કુલ ખાતે યોગ ટ્રેનર કૌશિકભાઈ બારીયા , દેડિયાપાડા તાલુકામાં જલારામ મંદિર નર્મદા ભવન હોલ ખાતે યોગ ટ્રેનર દિલીપભાઈ વસાવા, અને સાગબારા તાલુકાનાં પ્રાથમિક શાળા પાનખલા ખાતે યોગ ટ્રેનર રાજેન્દ્રભાઈ વસાવા દ્વારા કોમન પ્રોટોકોલની તાલીમ આપશે. નર્મદા જિલ્લાના નાગરિકો યોગ તાલીમનો લાભ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દિનેશભાઈ દેસાઈએ નર્મદા એ જણાવ્યું છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
