<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ કરાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :તારીખ ૧૨-૬-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થવાથી પ્લેનમાં સવાર  એકાદ વ્યક્તિ સિવાય તમામના મુત્યુ થયા છે. આ સદગત દીવંગત તમામ આત્માઓના શાંતિ માટે ગાયત્રી પરીવાર સેવા ટ્રસ્ટ મારફત તા.૧૩-૬-૨૦૨૫ શુક્રવાર ના દિવસે રાજપીપળા પાસેના વડીયા ગામની ડેરી પાસે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:00 થી 12 કલાક સુધી ચાલેલા યજ્ઞ માં ગાયત્રી પરિવાર ના મોટી સંખ્યા માં સભ્યો જોડાયા હતા, આ યજ્ઞ માં સહભાગી થઈ તમામ ગાયત્રી પરિવારના સભ્યો તથા અન્ય પરિવારના સદસ્યો ઉપસ્થિત રહી આહુતિ આપી મૃતકોની આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.


 

(10:13 PM IST)