<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

એકાદ મહિના પહેલા બંધ કરાયેલા રાજપીપળા- રામગઢ વચ્ચે કરજણ નદીના પુલનું કામ હજુ શરૂ જ નથી થયું

રાજપીપળાથી રામગઢ કરજણ નદી ઉપરના પુલના બે પિલર જોખમી બનતા પુલ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યો છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળાથી રામગઢ જતા રસ્તામાં કરજણ નદી ઉપર 6 વર્ષ પહેલા બાંધવામાં આવેલ પુલ જર્જરિત બન્યો હતો. પુલના બે પિલર નબળા પડ્યા છે અને પાયાને નુકસાન થતા આ પુલ સદંતર બંધ કરાયો છે  અને આ બાબત નું તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    વર્ષ 2018-19 માં કરજણ  નદી ઉપર આ પુલ બાંધવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ વર્ષમાં જ પુલ ખખડધજ બની ગયો છે. કરોડોના ખર્ચે બનાવેલ આ પુલ બનાવવામાં વપરાયેલી હલકી સામગ્રીના કારણે આ પરિણામ આવ્યુ છે. બે વર્ષ પહેલા ચોમાસા દરમિયાન પુલના એક પિલરને નુકસાન થયુ હતું. દરમિયાન ગત ચોમાસામાં બીજા પિલરને પણ નુકસાન થયુ હતું. હવે આ પુલની ચકાસણી દરમિયાન પાયા પણ ખોખલા બની ગયા હોવાનું બહાર આવ્યુ છે.  જેના કારણે આ પુલ ની બંને બાજુ બેરિકેટ મૂકી સદંતર બંધ કરવામાં આવ્યો છે
   આ પુલ બંધ થવાના કારણે રામગઢ, જીતગઢ, લીમટવાડા અને રિંગણી સહિતના પાંચ ગામોના લોકોને પાંચ કિ.મી.નો ફેરો ફરવો પડશે.આ પુલ નાં બે પાયા ને બે બ્લોક તોડી રિપેરીંગ કરવા માટે રાજ્ય સરકાર 7 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પરંતુ હજુ આ પુલ નું કામ શરૂ કરાયું નથી માટે વહેલીતકે કામગીરી શરૂ થાય અને લોકો ને રાહત મળે તેવી લોકલાગણી છે.
 પુલ બહાર જાહેરનામા ના બોર્ડ લાગ્યા હોવા છતાં કેટલાક લોકો તેનો અમલ કરતા નથી જેમાં આજરોજ જોવા મળ્યું કે એક સાઇકલ ચાલક રામગઢ તરફ થી રાજપીપળા તરફ આવતા રાજપીપળા તરફ ના ખુલ્લા એક ભાગ માંથી જોખમી રીતે પોતાની સાઇકલ કાઢી બિન્દાસ બહાર આવ્યો હતો


 

(10:18 PM IST)