News of Friday, 13th June 2025
તાપમાન ઘટશે પણ જૂનના અંત સુધી અસહ્ય ઉકળાટમાં રાહત નહિ :અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય : પરેશ ગોસ્વામી
અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, તેના કારણે બફારો અને ઉકળાટ વધી રહ્યા છે.

અમદાવાદ:દેશમાં નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું ચોમાસું શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. જો કે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યુ, ત્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું અટકી ગયું હતુ. હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન ઊંચુ જોવા મળી રહ્યું છે અને અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થઈ રહેલા લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં તાપમાન અને ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ જૂન મહિનાનું બીજુ અઠવાડિયું ચાલી રહ્યું છે, જેમાં સામાન્ય રીતે જે તાપમાન હોવું જોઈએ તેના કરતાં 2 ડિગ્રી ઊંચુ જોવા મળી રહ્યું છે. આ સાથે જ અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, તેના કારણે બફારો અને ઉકળાટ વધી રહ્યા છે.
હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન 36 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે, પરંતુ અસહ્ય બફારો રહેવાના કારણે હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે. જૂન મહિનાના અંત સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે. આગામી 16 જૂન પછી તાપમાનમાં ઘટાડો જરૂર થશે, પરંતુ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
