News of Friday, 13th June 2025
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નહીં ટેમ્પામાં બેઠા હોવ તેવુ લાગેઃ ભાજપના પ્રવકત્તા જયરાજસિંહ
જયરાજસિંહ પરમારે કહ્યું - ગત 6 જૂને જ લંડનથી અમદાવાદ આવ્યો : ફ્લાઈટની GPS સિસ્ટમ બંધ હતી, ઇન્ટરકોમના વાયર લબડતા જોવા મળ્યા

અમદાવાદ :અમદાવાદમાં એરઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટના ગ્રસ્ત બનતા ફરી એરલાઈન્સની સુવિધા અને ફ્લાઈટની કન્ડિશન ચર્ચાના ચગડોળે ચડી છે, દરમિયાન ભાજપના પ્રવકત્તા જયરાજસિંહ પરમારે અમદાવાદમાં તુટી પડેલા એર ઈન્ડિયાના વિમાનને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એર ઈન્ડિયાના વિમાનો ખખડધજ છે. વિમાનમાં નહીં ટેમ્પામાં બેસીને મુસાફરી કરતા હોવ તેવુ લાગે.
જયરાજસિંહ પરમારે કહ્યું કે ગત 6 જૂનના રોજ એર ઈન્ડિયાની આ જ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવ્યો હતો. ફ્લાઈટની GPS સિસ્ટમ બંધ હતી, ઇન્ટરકોમના વાયર લબડતા જોવા મળ્યા હતા. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ઈન્ટરનેશનલ કક્ષાનો અનુભવ ના થયો, જો કે, ફ્લાઈટમાં કોઈ ટેકનીકલ ખામી નહોતી જણાઈ તેમ જયરાજસિંહે જણાવ્યું હતું
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
