<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ગ્રામીણ પોસ્‍ટલ લાઇફ એજન્‍ટ બનવાની તક

 

ગાંધીનગર, તા.,૧૪: સિનિયર સુપરિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોસ્‍ટ ઓફિસીસ  (એસએસપીઓએસ) ગાંધીનગર સંભાગ, પીએલઆઇ/આરપીએલઆઇ એજન્‍ટ્‍સની નિયુકિત માટે વોક-ઇન ઇન્‍ટરવ્‍યુ માટે તા.૨૪ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્‍યા  સુધી સિનિયર સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોસ્‍ટ ઓફિસિઝ, ગાંધીનગર ડિવિઝન, સેકટર-૧૧ ખાતે વોક-ઇન-ઇન્‍ટરવ્‍યૂનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પાત્રતા માપદંડઃ

(૧) ઉંમર ‘‘ વોક-ઇન ઇન્‍ટરવ્‍યૂ'' ના દિવસે ઉમેદવારની ન્‍યૂનતમ ઉમર૧૮ વર્ષ હોવી જોઇએ. (૨) શૈક્ષણિક લાયકાતઃ ઉમેદવારને કેન્‍દ્રીત/રાજય સરકાર દ્વારા માન્‍ય બોર્ડ દ્વારા ૧૦ મું ધોરણ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.(૩) ઉમેદવારની શ્રેણીઓઃ બેરોજગાર/સ્‍વરોજગાર યુવાનો, પૂર્વ જીવન સલાહકાર/કોઇ પણ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના પૂર્વ એજન્‍ટો, પૂર્વ સૈનિકો, આંગણવાડી કામદારો, મહિલા મંડળ કામદારો,નિવૃત શાળા શિક્ષકો (એસએચજીએસ) ગ્રામ પ્રધાન, ગ્રામ પંચાયતના સભ્‍યો અને પોસ્‍ટલ ડિવિઝનના વડા દ્વારા યોગ્‍ય ગણાતા અન્‍ય કોઇ પણ વ્‍યકિત.

સિકયુરીટી ડીપોઝીટ :

પસંદ કરાયેલા ઉમેદવારોએ રાષ્‍ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) કિસાન વિકાસ પત્ર (કેવીપી)ના રૂપમાં રૂા. પ૦૦૦ની કેશ સિકયુરીટી પુરી પાડવાની રહેશે.

વધુ વિગતો માટે વિકાસ અધિકારીશ્રી એ.એ.પટેલનો સંપર્ક કરો. મોબાઇલ નંબર ૯૧૦૬૬ ૮૦૪૭૩, ૯૪ર૮૭ ૩૪રપ૭ ગાંધીનગર.

(4:13 PM IST)