News of Saturday, 14th June 2025
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :અમરેલીથી લઈને દાહોદ સુધી ...ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
ડાંગ જિલ્લાના સાપુતારા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ :બોટાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ : છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા અને બોડેલીમાં ભારે વરસાદ : દાહોદમાં ભારે પવન વરસાદથી શાળાની દિવાલ ધરાશાયી

અમદાવાદ :સમગ્ર રાજ્યમાં 15 જૂન સુધીમાં ચોમાસુ બેસવાની ધારણા વર્તાઇ રહી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભેજવાળી ગરમી ચાલુ થઇ ગઇ છે. જોકે ગુજરાતવાસીઓને હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગમાં 18 થી 24 જૂન દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે.
અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારા બાદ આજે ધોધમાર વરસાદ પડયો છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે. ખાંભાના લાસા, ધાવડીયા,ભાણિયા સહિત ગામોમાં વરસાદ પડ્યો. જેથી ખેતરો પાણીથી તરબોળ થયા છે. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગ જિલ્લાના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે બફારા બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લાના સાપુતારા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શનિ-રવિના વિક એન્ડમાં સાપુતારા આવતા પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ટોકરખાડામાં થોડા સમય સુધી ભારે વરસાદ વરસ્યો હતો.ધોધમાર વરસાદને પગલે રોડ-રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. ભારે વરસાદને કારણે લોકોએ ગરમી અને બફરાથી રાહત અનુભવી હતી.
બોટાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહીને પગલે બોટાદ શહેરમાં સાંજના સમયે અચાનક વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ વરસાદ શરૂ થયો છે.બોટાદ શહેરના પાળીયાદ રોડ,ગઢડા રોડ,સાળંગપુર રોડ, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાંજના સમયે વાદળછાયા વાતાવરણ બાદ ભારે પવન બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા અને બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સવારથી ભારે ઉકળાટ બાદ પવન ફુંકાઈને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગના આગાહી બાદ તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે ઉકળાટ બાદ અચાનક ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ બાદ મેઘરાજાએ મંડાણ કર્યો છે.
દાહોદ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દાહોદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પગલે ખાનગી શાળા લિટલ ફ્લાવરની દીવાલ ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે. જોકે દિવાલ ધરાશાયીની ઘટનામાં સદનસીબે કોઈ વિદ્યાર્થીને ઇજા નહીં...
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
