તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 14th June 2025
રવિવારે રાજ્યના 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આજે શનિવારે (14 જૂન) અમરેલી સહિત 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા, ધારીના ગ્રામ્ય પંથક, ખાંભા ગીર, વડિયા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં અમરેલી સહિત મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
