News of Saturday, 14th June 2025
છોટાઉદેપુર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
પ્રચંડ ગાજવીજ સાથે બોડેલી તાલુકામાં વરસાદ ખાબક્યો : વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા લોકો પણ થોડા ચિંતામાં મુકાયા

છોટાઉદેપુર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા વિરામ બાદ છોટાઉદેપુરના બોડેલી વિસ્તારમાં મેઘરાાજા મન ભરીને વરસ્યા હતા. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પ્રચંડ ગાજવીજ સાથે બોડેલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.,.,વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા લોકો પણ થોડા ચિંતામાં મુકાયા હતા. મેઘો એટલી હદે બોડેલી તાલુકામાં મન મુકીને વરસ્યા કે રસ્તાઓ પર ડામર નહીં પણ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
