તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રાજપીપલા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા : 14 જૂને વિશ્વભર માં વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવણી કરાઈ છે ત્યારે તે નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા નવદુર્ગા હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પ કેમ્પસ ડાયરેકટર નીમેશભાઈ પંડ્યા ના માતૃશ્રી સ્વ. મીનાબેન ચંદ્રકાંત પંડ્યા ની સ્મૃતિમાં યોજાયો હતો. કેમ્પ દરમિયાન સ્થાનિક નાગરિકો, નવદુર્ગા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ, પત્રકાર મિત્રો તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, “ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માત્ર રક્તદાન કેમ્પ સુધી મર્યાદિત નથી, પણ રાષ્ટ્રીય-આપત્તિ સમયે રાહત અને બચાવના કાર્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હાલમાં થયેલી વિમાની દુર્ઘટનામાં પણ રેડક્રોસના અમદાવાદ વિભાગ દ્વારા તાત્કાલિક રક્તદાન કામગીરી અમલમાં મૂકવામાં આવી હતી.” આ રક્તદાન કેમ્પ દ્વારા માનવસેવાના ક્ષેત્રમાં ઉમદા યોગદાન આપનાર દરેક દાતા અને સ્વયંસેવકોનો આભાર માનવામાં આવ્યો હતો.
આજના વિશ્વ રક્તદાન દિવસ અને પોતાની વર્ષગાંઠ હોવાથી જાણીતા સેવાભાવી મહિલા અગ્રણી શિવાની બેન મહેતા એ પણ બ્લડ ડોનેટ કરી વર્ષગાંઠ માં કોઈ જરૂરિયાતમંદ ને કામ આવે તેવા ઉમદા આશય થી રક્તદાન કર્યું હતું.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
