News of Saturday, 14th June 2025
રાજપીપળા કાળા ઘોડા પાસે તોરણા ગામના દંપતીને નડ્યો અક્સ્માત: બંને ઘાયલ થતાં સારવાર હેઠળ
ઇજાગ્રસ્તને ટાઉન પીઆઈ વી.કે.ગઢવીએ ખુદ સ્ટ્રેચર ઊંચકી 108 માં સુવડાવી સારવાર માટે મોકલ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા: રાજપીપળા ના પ્રવેશદ્વાર કાળા ઘોડા પાસે મોટરસાઇકલ પર જતા દંપતીને અકસ્માત નડતા બન્નેને ગંભીર ઇજાઓ થઈ હતી
મળતી માહિતી મુજબ શુક્રવારની સાંજે બનેલી ઘટનામાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તોરણા ગામના દંપતી અશોકભાઈ વસાવા અને તેમના પત્ની ઉર્મિલાબેન વસાવા કોઈ કામ અર્થે રાજપીપળા આવ્યા બાદ રાજપીપળા તરફ થી મોટરસાઇકલ પર પરત જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને બાઇક પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈક કારણોસર તેમની બાઇક કાળા ઘોડા ફરતે લાગેલી ગ્રિલ સાથે ભટકાતા દંપતી નીચે પડી જતા બંને ને ગંભીર ઇજાઓ થઇ હતી.આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પીઆઈ વી. કે. ગઢવી અને પોલીસ માણસો ત્યાં દોડી ગયા બાદ ઈજાગ્રસ્તો ને ખુદ પીઆઈ ગઢવી એ સ્ટેચર માં ઊંચકી 108 માં બેસાડી સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં મોકલ્યા હતા. ઘટના બાદ ત્યાં લોકટોળા એકઠા થયા હતા. હાલ આ દંપતી સારવાર હેઠળ છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
