તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th June 2025
રાજપીપળા સહિત જિલ્લામાં કેટલાક સ્ટેમ્પ વેન્ડર બીજાના લાઇસન્સ પર ધંધો કરતા હોવાની બૂમ
અન્યના નામના લાઇસન્સ પર ધંધો કરી નિયમોનું ઉલ્લંઘન થતું હોય અધિકારી તપાસ કરે એ જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત રાજ્ય માં નકલી અધિકારીઓ નકલી કચેરીઓ સહિત અનેક બાબત નકલી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા સહિત જિલ્લામાં કેટલાક સ્ટેમ્પ વેન્ડર બીજાના નામના લાઇસન્સ પર ધંધો કરતા હોવાની વાત સામે આવી છે, પોતાના નામનું લાઇસન્સ નહીં હોવા છતાં વર્ષો થી બેરોકટોક બિન્દાસ ધંધો કરી સારી એવી કમાણી કરી રહ્યા છે છતાં તંત્ર ના અધિકારીઓ અજાણ છે કે અન્ય કોઈ કારણોસર કોઈ પગલા લેવાતા નથી.
નર્મદા જિલ્લામાં સ્ટેમ્પ વેન્ડર પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે પરંતુ એ પૈકી અમુક પાસે પોતાના નામના લાઇસન્સ નથી તો તેઓ બીજાના નામના લાઇસન્સ પર ધંધો કરી તગડી કમાણી કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે આમ ગેરકાયદેસર રીતે બીજા ના નામના લાઇસન્સ પર પોતે ધંધો કરતા હોવાની વાત સંભળાઈ રહી છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ જીણવટભરી તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરે એ જરૂરી છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
