<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રાજપીપળા સિવિલના બ્લડ સેન્ટર ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ, મેડિકલ કેલેજ તથા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાજપીપળા સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે યોજાયેલા આ બ્લડ કેમ્પ માં 80 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: તા.૧૪/૦૬/૨૦૨૫ ના રોજ બ્લડ ડોનેશન દિવસના ભાગરુપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ માઢકના માર્ગદર્શન હેઠળ તેમજ જી.એમ.ઈ.આર.એસ રાજપીપલાના સંકલન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

   નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકુમાર માઢકના માર્ગદર્શન હેઠળ રાજપીપળા સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જી.એમ.ઈ.આર.એસ ના મેડીક્લ સ્ટુન્ડ સાથે સંયુક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું જેમાં અંદાજે 80 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું.આ કેમ્પ ને સફળ બનાવવા નાંદોદ બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહી કેમ્પનું આયોજન કર્યું હતું.
જોકે હાલ માં ઇમરજન્સી પરિસ્થિતિ ને ધ્યાન પર લઈ રાજ્ય ના દરેક જિલ્લાઓ માં બ્લડ કેમ્પ રાખી લોહી એકત્રિત કરાઈ રહ્યું છે જેથી આવનારા દિવસોમાં દરેક ગ્રુપનું બ્લડ ઇમરજન્સીમાં ઉપલબ્ધ રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રા.આ.કે પોઇચા ના આશાબેન જયશ્રીબેન વસાવાએ પણ બલ્ડ ડોનેટ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.



 

(9:57 PM IST)