<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

દેડિયાપાડા તાલુકાના એક ગામની સગીરાનુ લગ્નની લાલચે અપહરણ

અપહરણ બાદ પરિવારજનો ને દીકરી નજીકના ખેતરમાંથી મળી પરંતુ ભગાડી જનારે પથ્થર મારી ત્યાંથી પણ ભગાડી લઈ ગયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામની સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી યુવાન અપહરણ કરી જતા બાળકીના પરિવારજનોએ ફરિયાદ આપી છે

   મળતી વિગતો મુજબ દાનીયાભાઈ નગીનભાઇ વસાવા (રહે. મુલ્કાપાડા, તા.ડેડીયાપાડા, જી.નર્મદા).એ ફરીયાદીની સગીરવયની ભોગ બનનાર દિકરી.ઉ.વ.આ.૧૩ ને ગઈ તા.૧૨/૦૬/૨૦૨૫ ના રોજ ફરીયાદીના ફળીયામાથી પસાર થતી નદીના કિનારે આવેલ હેડપંપ પાસેથી લગ્ન કરવાના ઇરાદે પટાવી ફોસલાવી ભગાડી લઇ ગયેલ તે દરમ્યાન ફરીયાદી સગીરવયની દિકરી તથા દાનીયાભાઈની શોધખોળ કરતા ફરીયાદીના ઘરથી થોડે દુર આવેલ ખેતરમાં બંને મળી આવેલ ત્યારે દાનીયાભાઇએ હાથમાં પથ્થર લઈ ફરીયાદીને જમણાં આંખની ઉપર મારી દઈ ઇજા કરી, ત્યાંથી પણ સગીર વયની દિકરી ને ફરીયાદીના ભગાડી લઈ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.


 

(9:58 PM IST)