<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રાજપીપળામાં નજીવી બાબતે મહિલાને માથામાં હથોડો મારી ઇજા કરનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા ના ટેકરા ફળીયા રતન તળાવ પાસે એક મહિલાને માર મારી ગાડીને પણ નુકશાન કરનાર ત્રણ સામે ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

   મળતી માહિતી અનુસાર ભાવનાબેન W/O નરેશભાઇ શંકરભાઇ ભોઇ (રહે.-હાઉસીંગ બોર્ડની પાછળ, રતન તલાવ પાસે ટેકરાફળીયા, રાજપીપલા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.૧૩/૦૬/૨૦૨૫ ના રોજ પોતાના ઘરનો દરવાજો ખોલતા (૧) નિલેશભાઇ બાબુભાઇ ભોઇ (૨) બાબુભાઇ ગોવિંદભાઇ ભોઇ (૩) જશીબેન બાબુભાઇ ભોઈ( તમામ રહે-હાઉસીંગ બોર્ડની પાછળ, રતન તલાવ પાસે ટેકરાફળીયા, રાજપીપલા) નાઓ ત્યાં આવેલા અને ભાવનાબેન ને કહેલ કે તમે અમારા ટ્રેકટરને અવાર-નવાર નુકશાન કરો છો તેમ કહી ગાળો બોલતા તેમને કહેલ કે અમે તમારા ટ્રેકટરને નુકશાન કરેલ નથી તેમ કહેતા નિલેશ ભોઈ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંના હથોડા વડે ભાવનાબેન ને માથાના વચ્ચેના ભાગે મારી ઇજા કરેલ તેમજ તેમની જ્યુપીટર ગાડીને હથોડા મારી નુકશાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:07 PM IST)