<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વડોદરાના સાવલીના લામડા પુરા કેનાલ પાસે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી

પાઇ પોલી બેન્ઝ પ્રા લી નામની કંપનીમાં ભીષણ આગ લાગી : કચરાના ઢગલામાં લાગેલી આગ કંપનીમાં પ્રસરી

વડોદરાના સાવલી તાલુકાના લામડા પુરા કેનાલ પાસે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી છે.પાઇ પોલી બેન્ઝ પ્રા લી નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

કંપનીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર કચરાના ઢગલામાં લાગેલી આગ કંપનીમાં પ્રસરી હતી. જેથી કંપનીમાં રહેલા સામાનમાં ભારે નુકસાન થયું છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પ્રાપ્તથતી વિગત અનુસાર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હાલ આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

(11:53 PM IST)