<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th June 2025

રાત્રે એક સુધીમાં ઢગલાબંધ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ અને જોરદાર ઝડપે પવન ફૂંકાશે: અમદાવાદના મકરબા, ઈસ્કોન, પ્રહલાદનગર, બાપુનગર, વાડજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો: ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર: કાલે રવિવારે રાજકોટ, જુનાગઢ, સોમનાથ સહિત ૧૫ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ: હવામાન વિભાગના નૌકાસ્ટ મુજબ અત્યારે રાત્રે ૧ સુધી ભાવનગર, બોટાદ, ભરૂચ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જિલ્લામાં ગાજવીજ અને ૬૨–૮૭ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે અમદાવાદ, ખેડા, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ૪૧થી ૬૧ કિ.મી.ની ઝડપે અને પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા છે.
અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રાત્રે ૮ વાગ્યે વાતાવરણ પલટાતા અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો, ત્યારબાદ અમદાવાદના મકરબા, ઈસ્કોન, પ્રહલાદનગર, બાપુનગર, વાડજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે
આવતીકાલે રવિવારે ૧૫ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે આજે શનિવારે અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, ગોંડલ, સુરત, નવસારી, તાપી, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો.

રાત્રે બાર વાગે લેવામાં આવેલ ઇનસેટ તસવીર માં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર અને મુંબઈ મહારાષ્ટ્ર ઉપર પ્રચંડ વાદળાઓ છવાયેલા નજરે પડે છે

(12:07 AM IST)