News of Sunday, 15th June 2025
અરવલ્લી જિલ્લા અને તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
મોડાસા, માલપુર અને બાયડમાં ભારે પવન ફૂંકાયો હતો. માલપુરમાં એક મકાનના છત ઉપરનું છાપરું ઉડી ગયું:.મોડાસા શહેરમાં જોરદાર પવન ફૂંકાયો: અનેક વિસ્તારમાં વીજળી ગુલ

ગુજરાતના મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ગોંડલ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિત અનેક શહેરોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે અરવલ્લી જિલ્લા અને તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં મોડાસા, માલપુર અને બાયડમાં ભારે પવન ફૂંકાયો હતો. માલપુરમાં એક મકાનના છત ઉપરનું છાપરું ઉડી ગયું હતું. મીની વાવાઝોડા જેવી અસર અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.મોડાસા શહેરમાં જોરદાર પવન ફૂંકાયો છે. અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
