News of Monday, 16th June 2025
રાજ્યની મેડિકલ-ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પ્રક્રિયા શરૂ કરાશે
નીટમાં ૭ હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થતાં મેડિકલ સહિતના કોર્સમાં મેરિટ નીચું જશે :મેડિકલ-પેરા મેડિકલની મળીને ૭૦ હજાર બેઠકોની સામે રજિસ્ટ્રેશન પણ ઓછું થાય તેવી સ્થિતિ

અમદાવાદ,તા.૧૬: ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ સહિતની કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પરિણામ ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજયમાં ગતવર્ષ કરતાં અંદાજે ૭ હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા છે. આ સ્થિતિમાં માત્ર મેડિકલ નહીં પરંતુ ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ મેરિટ નીચુ જશે. પ્રવેશ સમિતિ દ્વારા આગામી જુલાઈના પહેલા સપ્તાહમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.રાજયમાં ગતવર્ષે ૫૭૨૩૨ વિદ્યાર્થીઓ કવોલીફાઈ થયા હતા. જેન સામે ચાલુવર્ષે ૫૦૦૪૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત ગતવર્ષે૭૨૦ માંથી ૭૨૦ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬ હતી. જેની સામે ચાલુવર્ષે એકપણ વિદ્યાર્થીને ૭૨૦ માર્કસ આવ્યા નથી. મેડિકલની સૂત્રો કહે છે કે, ગતવર્ષે બી.જે.મેડિકલ કોલેજમાં છેલ્લો પ્રવેશ ૬૯૯ માર્કસ સાથે થયો હતો. આ વર્ષે ઓલ ઈન્ડિયામાં પ્રથમ આવાનારા વિદ્યાર્થીને પણ આટલા માર્કસ આવ્યા નથી. આ સ્થિતિમાં મેરિટમાં ભારે ઘટાડો થશે તે નક્કી છે. બી.જે.મેડિકલ સિવાયનીબાકીની મેડિકલ કોલેજોમાં તેના કરતાં પણ મેરિટ નીચુ જશે. એટલું જ નહી ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ મેરિટમાં ૫૦ માર્કસનો તફાવત આવશે તે નક્કી છે.
હાલમાં મેડિકલ સહિતની નીટ આધારિત કોર્સમાં ૧૬૨૪૬ બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે પેરા મેડિકલમાં ૫૦ હજારથી વધારે બેઠકો ઉપલબ્ધ છે. આમ, મેડિકલ અને પેરા મેડિકલના બન્ને કોર્સની બેઠકો ગણવામાં આવે તો ૭૦ હજારથી વધારે બેઠકો થાય તેમ છે. આ સ્થિતિમાં નીટમાં કવોલીફાઈ થનારા તમામ વિદ્યાર્થીઓને નીટ આધારિત કોર્સમાં -વેશ ન મળે તોપણ પેરા મેડિકલના કોઈને કોઈ કોર્સમ પ્રવેશ મળી જશે તે નક્કી છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે કે જૂનન અંત સુધીમાં તમામ વિદ્યાર્થીઓના ડેટ આવ્યા બાદ જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં મેડિકલ પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.ચાલુવ-નીટમાં ઓછા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી મેડિકલ ઉપરાંત ડેન્ટલ, આયુર્વેદ કે હોમિયોપેથીમ પ્રવેશ માટે પણ પ્રયાસ કરી શકશે હાલની સ્થિતિમાં મેડિકલમાં ૬૯૫૮ બેઠકો, ડેન્ટલમાં ૧૨૫૫, આયુર્વેદમ ૩૪૭૩ ને હોમિયોપેથીમાં ૪૫૬૦ મળી-૧૬૨૪૬ બેઠકો છે. આગામી દિવસોમ મેડિકલમાં હજુ ત્રણ કોલેજોને મંજુર મળે તેવી શકયતાં હોવાથી ૩૦૦ બેઠકોનો વધારો થાય તેમ છે. આજ રીતે આયુર્વેદ, હોમિયોપેથીમાં પણ બેઠકોન વધારો થાય તેમ છે.(૪૦.૬)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
