તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ, ડભોઈમાં સૌથી વધુ ૬ ઇંચ
ચોમાસું ફરી એકવાર સક્રિય થવા લાગ્યું છેઃ સંખેડામાં ૪.૯ ઇંચ, સુરતના ઉમરપાડામાં ૩.૪ ઇંચ હવામાન વિભાગે ૧૯ જૂન સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે

અમદાવાદ,તા.૧૬: ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે કયાંક ભારે વરસાદ તો કયાંક વાદળછાયું વાતાવરણ છવાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે. ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડભોઈમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરાના ડભોઈમાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે છોટાઉદેપુરના સંખેડામાં ૪.૯ ઇંચ, સુરતના ઉમરપાડામાં ૩.૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, શિહોર, ડાંગ, ઉંમરગાંવમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના તારાપુર, ડાંગના વઘઈ, માંગરોલ, કામરેજ, ખંભા, પાલનપુરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે રવિવારે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ચોમાસું બેસી શકે છે. આ સાથે આજે ૧૬મી જૂને અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
