News of Monday, 16th June 2025
ચોમાસુ ફરી સક્રિય :આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકશે: પરેશ ગોસ્વામીની આગાહી
છેલ્લા ત્રણ-ચાર દિવસથી અરબસાગરમાં કરંટ આવતા વરસાદી સિસ્ટમ બની જેને લીધે ચોમાસું સક્રિય થયું

અમદાવાદ :રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી આજથી 20 તારીખ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.
નૈઋત્યનું ચોમાસું સમય કરતા વહેલા મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું. આ પછી ચોમાસું નિષ્ક્રિય થયું હતું. હવે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેને લીધે ચોમાસું સક્રિય થયું છે. જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આવી જશે.
આજથી 20 જૂન દરમિયાન રાજ્યમાં સામાન્યથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારમાં આગામી ચારથી પાંચ દિવસો સુધી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વખતે ચોમાસું સારું છે. આ ચોમાસામાં વાવણીલાયક વરસાદ થશે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
