<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ગુજરાતના વિકાસમાં વિજયભાઇનું અમૂલ્‍ય યોગદાનઃ ભાનુબેન બાબરીયા

 

રાજકોટ તા. ૧૬: અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્‍યંત દુઃખદ છે, આ હૃદયદ્રાવક ઘટનામાં મૃત્‍યુ પામનાર અને ઇજા પામેલા પરિવારો પ્રત્‍યે હું સંવેદના વ્‍યકત કરૂં છું. તેમ જણાવી સામાજીક ન્‍યાય અને બાળ અધિકારી તા. મંત્રીના મંત્રી ભાબુને બાબરીયાએ ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી છે.

દુર્ઘટનામાં અકાળે અવસાન પામનાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્‍ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના દુઃખદ અવસાનના સમાચારથી શોકની લાગણી વ્‍યકત કરતા જણાવ્‍યું છે કે, ગુજરાતની જનતાની અનન્‍ય સેવા કરી વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરનાર એક જાગૃત મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇની ખોટ કયારેય પૂર્ણ ન થઇ શકે. સંઘ અને સંગઠન સાથે રહી ગુજરાતની વિકાસ સફરમાં તેઓનું યોદાન અમૂલ્‍ય રહ્યું છે. તેઓના અવસાનથી સમગ્ર ગુજરાતે એક અનુભવી અને નિષ્‍ઠાવાન નેતા ગુમાવ્‍યા છે.

(3:11 PM IST)